વિવાદોને સાઇડમાં મુકી રામની નગરીમાં જોવા મળ્યો હિન્દુ-મુસ્લિમ ભાઈચારો

  • વિવાદોને સાઇડમાં મુકી રામની નગરીમાં જોવા મળ્યો હિન્દુ-મુસ્લિમ ભાઈચારો

અયોધ્યા: રમઝાનના પાક મહિનો ચાલી રહ્યો છે. તે દરમિયાન મર્યાદા પુરષોત્તમ શ્રારામની જન્મભૂમિ અને અયોધ્યામાં ફરી એકવાર વર્ષો જૂની હિન્દૂ મુસ્લિમ એકતા અને સામુદાયિક સંવાદિતાની મિસાલ જોવા મળી હતી. અયોધ્યા સ્થિત શ્રી સીતા રામ મંદિરમાં મુસ્લિમ સમુદાયના રોઝાદારો માટે રોઝા ઇફ્તારનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી જાણકારી અનુસાર, મંદિર ટ્રસ્ટ દ્વારા ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ રોઝા ઇફ્તારમાં મુસ્લિમ સમુદાયના લોકો ઉપરાંત નગરના કેટલાક સાધુ-સંત અને શીખ સમુદાયના લોકો પણ સામેલ થયા. મંદિરના મહંત યુગલ કિશોરે જણાવ્યું કે આ ત્રીજી વખત છે, જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આગળ પણ અમે આ રીતનું આયોજન કરતા રહીશું. મંદિરના પુજારીએ કહ્યું કે, અમે સામુદાયિક સંવાદિતાની મિસાલ આપવી જોઇએ અને દરેક તહેવારને હર્ષોલ્લાસની સાથે મનાવવો જોઇએ.