ચૂંટણી પરિણામ પહેલા જ 21 વિપક્ષી પાર્ટીઓના નેતાની આજે બેઠક, EC પણ જશે પાર્ટી

  • ચૂંટણી પરિણામ પહેલા જ 21 વિપક્ષી પાર્ટીઓના નેતાની આજે બેઠક, EC પણ જશે પાર્ટી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામ આવતા પહેલા જ કોંગ્રેસ તેમજ અન્ય પ્રમુખ પાર્ટીઓના નેતા મંગળવારે બઠક યોજી રાજકીય હાલાત અને સરકાર બનાવવાના દાવા માટે બિન-એનડીએ ગઠબંધન બનાવવાની સંભાવનાઓ પર ચર્ચા કરશે. આ બેઠક બપોર 01:30 વાગે દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં યોજાશે. આ બેઠક પછી વિપક્ષના નેતાઓ ચૂંટણી પંચમાં જશે. વિપક્ષને એકજૂટ કરવાના પ્રયાસ અંતર્ગત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને TDPના નેતા એન ચંદ્રબાબૂ નાયડૂએ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે તેમના કોલકાતા સ્થિત આવાસ પર બેઠક કરી અને ત્રિશંકુ પરિણામની સ્થિતિમાં કેન્દ્રમાં બિન-ભાજપ સરકાર બનાવવાની સંભાવના પર તેમની સાથે ચર્ચા કરી. વધુમાં વાંચો: મીમ મુદ્દે વિવેકે કહ્યું જેમનો ઉલ્લેખ છે તેમને વાંધો નથી પણ લોકોને નેતાગીરી કરવી છે ચંદ્રબાબૂ નાયડૂએ મહાગઠબંધનની ભવિષ્યની સ્ટ્રેટેજી પર બેનર્જી સાથે 45 મિનિટ સુધી વાતચીત કરી, તે દરમિયાન તેમમે કોંગ્રેસના સમર્થનથી ક્ષેત્રીય દળની સાથે બિન-ભાજપ સરકાર બનાવવાની સંભાવના પર ચર્ચા કરી છે. એક સૂત્રએ કહ્યું, બેઠકમાં નિર્ણ કરવામાં આવ્યો છે કે, 23 મેના ચૂંટણી પરિણામ આવ્યા બાદ ત્રિશંકુ પરિણામની સ્થિતિમાં મહાગઠબંધન અને અન્ય ભાગીદારોની સાથે વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. વધુમાં વાંચો: હાઇકોર્ટે કમલ હાસનની ઝાટકણી કાઢી, લોકો વચ્ચે ધૃણાના બીજ ન ઉગાડો સૂત્રએ કહ્યું કે, મમતા બેનર્જી દિલ્હી પ્રવાસ પર પણ નિર્ણય 23 મે બાદ લેવામાં આવશે. તેમણે ક્યું કે, સપા અધ્યક્ષ અખિલેશ યાદવેપણ આજે મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી અને મહાગઠબંધનની સ્ટ્રેટેજી પર ચર્ચા કરી છે. ચંદ્રબાબૂ નાયડૂએ સોમવારે પણ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. રવિવારે તેઓ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીથી નવી દિલ્હીમાં મળ્યા હતા. વધુમાં વાંચો: સિદ્ધુ પાસે હવે ઇમરાન ખાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નહી: અનિલ વિજનો વ્યંગ તેમણે એનસીપી અધ્યક્ષ શરદ પવાર, બસાપ અધ્યક્ષ માયાવતી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે પણ ચર્ચા કરી હતી. આ વચ્ચે અખિલેશ યાદવે અને માયાવતીએ પણ મુલાકાત કરી અને આગળ માટે પોતાની સ્ટ્રેટેજી નક્કી કરી. વિપક્ષના નેતા ચૂંટણી પંચથી પણ મળવા અને VVPATની ચીઠ્ઠીઓનું મેચિંગ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરવા આગ્રહ કરશે.