અમદાવાદના કુ્ખ્યાત ખંડણીખોર શિવા મહાલિંગમની જાણો ‘ક્રાઈમ કુંડળી’

  • અમદાવાદના કુ્ખ્યાત ખંડણીખોર શિવા મહાલિંગમની જાણો ‘ક્રાઈમ કુંડળી’

અમદાવાદ: કુખ્યાત ગુનેગાર અને તાજેતરમા જ અમદાવાદના એક જમીન દલાલ પાસે ફોનથી 50 લાખની ખંડણી માગનાર શિવા મહાલિંગમ ઉર્ફે શિવો મુદલિયાર અમદાવાદમાં પોતાનું સામ્રાજ્ય જમાવવા અનેક ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. અગાઉ શિવો લુંટ ,હત્યા અને ફાયરિંગ જેવા અનેક ગંભીર ગુનાઓમાં પોલીસનાં હાથે ઝડપાઈ ચુકેલો છે.

હાલમાં રોલ જમ્પ કરી ફરાર શિવા મહાલિંગમે જમીન દલાલ પાસે માગેલી ખંડણીની ઓડિયો ક્લિપ વાયરલ થતા લાગી રહ્યું છે કે શું ક્રિમીનલ હિસ્ટ્રીમાં ટોપ મોસ્ટ કરવા જઈ રહ્યો છે? કે અમદાવાદમાં પોતાનું સામ્રાજ્ય બનાવવા એક્શન મોડમાં આવ્યો છે ? નજર કરીએ શું છે શિવા મહાલિંગમની ક્રાઈમ કુંડળી?

અમદાવાદનો કુખ્યાત ગેંગસ્ટર કે જે હાલ પેરોલ જમ્પ છે તેવા શિવા મહાલિંગમે તાજેતરમાં જ જુહાપુરા વિસ્તારમાં જમીન દલાલીનું કામ કરતા યુવક પાસે રૂપિયા 50 લાખની ખંડણી માંગી છે. અને આ જમીન દલાલ જો બે દિવસમાં 50 લાખ નહિં આપે તો પરિવારને જાનથી મારી નાખીશ તેવી ફોન પર ધમકી આપી હતી. જેમાં પોલીસે આરોપી શિવાની ધરપકડ નહિ કરતા શિવાએ ફરિયાદી ઇસ્માઇલ મહોમદ શેખને ફોન પર ધમકી આપીને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનું જણાવ્યું અને ખંડણીની રકમ 50 લાખથી વધારીને 2 કરોડ કરી દીધી હતી.