સુરત : એરપોર્ટ પર વ્યક્તિએ એવી જગ્યામાં સોનુ છુપાવ્યું કે, કસ્ટમ અધિકારીઓ કાઢતા શરમાઈ જાય

  • સુરત : એરપોર્ટ પર વ્યક્તિએ એવી જગ્યામાં સોનુ છુપાવ્યું કે, કસ્ટમ અધિકારીઓ કાઢતા શરમાઈ જાય

સુરત :વિદેશીમાં સોનુ તથા ડ્રગ્સ લાવનારાઓ વિવિધ ટ્રીક અપનાવીને આ વસ્તુઓ ભારતમાં લાવતા હોય છે. અનેકવાર તેમની ટ્રીક કારગત નીવડતી નથી, અને સ્કેનિંગમાં પકડાઈ જાય છે. ત્યારે સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક શખ્સ એવી શરીરના એવા ભાગમાં સોનુ છુપાવીને લાવ્યો હતો કે, ખુદ કસ્ટમ અધિકારીઓ વિચારમાં મૂકાઈ ગયા હતા. સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક શખ્સને સોના સાથે ઝડપ્યો હતો. પણ આ શખ્સ પાસેથી ગોલ્ડનો પાવડર મળી આવ્યો હતો. પણ, તેણે બહુ વિચિત્ર અંદાજમાં સોનાનો પાવડર છુપાવ્યો હતો. ઈમ્તિયાઝ મેમણ નામના શખ્સે સોનાનો ભૂકો કરીને તેને ગુપ્તાંગમાં છુપાવ્યો હતો. જોકે, તેની આ ટ્રીક કસ્ટમ વિભાગે પકડી પાડી હતી. તે શારજહાથી સુરતની ફ્લાઈટમાં આવ્યો હતો, અને સુરત એરપોર્ટ પર સોનાના પાવડર સાથે પકડાયો હતો.