ધોરણ 10નું પરિણામ જાહેર થતાં ખુશીનો માહોલ, રાજકોટના વિદ્યાર્થીઓએ ડીજેના તાલે ગરબા લીધા

  • ધોરણ 10નું પરિણામ જાહેર થતાં ખુશીનો માહોલ, રાજકોટના વિદ્યાર્થીઓએ ડીજેના તાલે ગરબા લીધા
  • ધોરણ 10નું પરિણામ જાહેર થતાં ખુશીનો માહોલ, રાજકોટના વિદ્યાર્થીઓએ ડીજેના તાલે ગરબા લીધા

રાજકોટ:ધોરણ 10ના પરિણામમાં ગીર સોમનાથ જિલ્લાના સુપાસી કેન્દ્રનું પરિણામ 95.56% આવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લાનું પરિણામ 73.92 ટકા આવ્યું છે. ત્યારે રાજકોટની તમામ શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડીજેના તાલે ગરબા રમી રહ્યાં છે અને ઉજવણી કરી રહ્યાં છે. આ સાથે જ કેટલીક જગ્યાએ ફટાકડા ફોડીને પણ ઉજવણી કરવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ધોરણ 10નું પરિણામ કુલ 66.97 ટકા જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથના સુપાસી કેન્દ્રનું સૌથી વધુ 95.56 ટકા પરિણામ છે. જ્યારે સૌથી ઓછું ગીર સોમનાથના જ તડ કેન્દ્રનું 17.63 ટકા પરિણામ આવ્યું છે. મહત્વનું છે કે ધોરણ 10માં કુલ 11,59,762 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 7,054,65 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લા પરિણામ
મોરબી- 74.09%
રાજકોટ- 73.92%
જૂનાગઢ- 70.81%
જામનગર- 70.61%
દ્વારકા- 70.32%
ગીર સોમનાથ- 70.28%
સુરેન્દ્રનગર- 69.26%
ભાવનગર- 66.19%
કચ્છ- 65.46%
પોરબંદર- 62.71%
અમરેલી- 61.65 %