ગો.સંપ્રદાયના પૂજય ભદ્રાબાઇ મ. કાળધર્મ પામ્યા : પાલખીયાત્રામાં સૌરાષ્ટ્રના સંઘોની ઉપસ્થિતિ

  • ગો.સંપ્રદાયના પૂજય ભદ્રાબાઇ મ. કાળધર્મ પામ્યા : પાલખીયાત્રામાં સૌરાષ્ટ્રના સંઘોની ઉપસ્થિતિ

ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.(ગુરુ પ્રાણ) પરિવાર તથા મુક્ત - લીલમ પરિવારના અખંડ સેવાભાવી સાધ્વી રત્ના પૂ.ભદ્રાબાઈ મ.સ. તા.19/5/19 રવિવારના રોજ સવારે 6:45 કલાકે નમસ્કાર મહા મંત્ર તથા ચાર શરણાના સ્વીકાર સાથે સમાધિ ભાવે રોયલ પાર્ક ઉપાશ્રયે કાળધર્મ પામ્યા હતા. તેમની પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રવિકાઓ જોડાયા હતા.
સાધ્વી રત્ના પૂ.પ્રભાબાઈ મ.સ.ની નિશ્રામાં અંતિમ સમયની આરાધનાસાધ્વી રત્ના પૂ.પ્રભાબાઈ મ.સ.ની નિશ્રામાં અંતિમ સમયની આરાધના કરી કરી. ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, અંજલિબેન રૂપાણી, ગોવિંદભાઈ પટેલ, ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્રાજ વગેરે રોયલ પાર્ક ઉપાશ્રયે દર્શને પધાર્યા.
ચંદ્રકાન્તભાઈ શેઠે જણાવ્યું કે તેઓએ સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ સહિત અનેક નાના - મોટા ક્ષેત્રોમાં હજારો કિલોમીટરનો વિહાર કરી જિનશાસનની જબરદસ્ત પ્રભાવના કરેલ. પ્રવીણભાઈ કોઠારી તથા ઈશ્ર્વરભાઈ દોશીએ જણાવ્યું કે અસહ્ય વેદના વચ્ચે પણ તેઓ ચિત્ત પ્રસન્ન રહેતું. તેઓ કહેતા કે અશાતાના ઉદય સમયે હાય..હાય નહીં કરવાનું પરંતુ ‘હોય..હોય’ કહેવાનું એટલે કે કર્મનો ઉદય ‘હોય’
તેઓએ સતત બાર - બાર વર્ષ સુધી પૂ.ધનકુંવરબાઈ મ.સ.ની જામનગર ખાતે અજોડ અને અપૂર્વ વૈયાવચ્ચ કરેલ. તેઓના લઘુ ભગિની પૂ.સુમતિબાઈ મ.સ.એ પણ ગોં.સં.માં જૈનેશ્ર્વરી ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ છે તથા તેઓના ચાર ભાણેજ પૂ.અજિતાબાઈ મ.સ., પૂ.સુજિતાબાઈ મ.સ., પૂ.અંજિતાબાઈ મ.સ. તથા પૂ.સંજિતાબાઈ મ.સ.એ પણ સંયમ ધર્મનો સ્વીકાર કરેલો છે. ડોલરભાઈ