SPL રોમાંચક તબક્કામાં: ફાઈનલ માટે 4 ટીમો વચ્ચે જંગ

  • SPL રોમાંચક તબક્કામાં: ફાઈનલ માટે 4 ટીમો વચ્ચે જંગ

જકોટ તા,20
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાય રહેલ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ હવે રોમાંચક તબકકામાં પહોંચી ગઈ છે. ફાયનલ મેચમાં રમવા માટે આજે અને આવતીકાલે રમાનાર મેચ નિર્ણાયક સાબિત થશે. આવતીકાલે સ્ટાર ક્રિકેટર ચેતેશ્ર્વર પુજારાની ઝાલાવાડ ટીમ અને કચ્છની ટીમો વચ્ચે જંગ જામશે પરંતુ આજે સોરઠની ટીમ માટે કાંટે કી ટક્કર છે. અત્યાર સુધીમાં બે મેચ જીતી ચુકેલી સોરઠની ટીમ આજે જો ગોહિલવાડની ટીમને હરાવે તો સોરઠ માટે ફાઈનલમાં પ્રવેશ્નો માર્ગ મોકળો બની જેશ. દરમિયાન ફાઈનલ મેચમાં કર્ણાકટના રાજ્યપાલ વજુભાઈ વાળા હાજર રહે તેવી શકતા છે.
સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગમાં આજે સોરઠ લાયસન્સ અને ગોહિલવાડ ગ્લેડિયર્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો રમાશે. ત્રણ મેચ પૈકી બે મેચમાં જીત મેળવી ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી સોરઠની ટીમ આજનો મેચ જીતી ગ્રુપમાં પ્રથમ સ્થાને પહોંચવા મહેનત કરશે. તો ગોહિલવાડ ગ્લેડિયેટર્સે ત્રણ મેચ પૈકી એક પણ મેચ જીતવામાં સફળતા હાંસલ કરી ન હોય આજે તેનો અંતિમ લીગ મેચ હોવાથી તે ઔપચારિક બની રહેશે. દરમિયાન કાલે ઝાલાવાડ રોયલ્સ અને કચ્છ વેરિયર્સ વચ્ચે મુકાબલો રમાશે જ્યારે બુધવારે ટૂર્નામેન્ટનો ફાઈનલ મેચ રમાશે.
આ પહેલા સોરઠ લાયન્સે રવિવારે હાલાર હિરોઝને 2 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં સોરઠવતી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 30 રન બનાવ્યા હતા. તો એક વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત હિમાલય બારડ, દિવ્યરાજ ચૌહાણે બેટિંગનું કૌવત બતાવી જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે ચેતન સાકરિયા, પ્રભુ સિંધવ, ચિરાગ જાની સહિતના બોલરોએ આક્રમક બોલિંગ પ્રદર્શન કરી હરિફ હાલાર હિરોઝના બેટસમેનોને હંફાવ્યા હતા.
હાલાર જેવું જ પ્રદર્શન આજના મેચમાં થાય તે માટે સોરઠ લાયન્સ એડીચોટીનું જોર લગાવશે. બીજી બાજુ ગોહિલવાડ ગ્લેડિયેટર્સ કે જેણે ચાર લીગ મેચ પૈકીના ત્રણ મેચમાંથી એકમાં પણ જીત હાંસલ કરી ન હોય તેના માટે આજની મેચ ઔપચારિક બની રહેશે.
જ્યારે આવતીકાલે ચેતેશ્ર્વર પુજારાની ઝાલાવાડ રોયલ્સ અને જયદેવ ઉનડકટની કચ્છ વોરિયર્સ વચ્ચે મુકાબલો રમાશે. હાલ પોઈન્ટ ટેબલમાં કચ્છ વોરિયર્સ પ્રથમ અને ઝાલાવાડ રોયલ્સ ત્રીજા સ્થાને છે. આવતીકાલની મેચમાં જે ટીમ જીતશે તે પ્રથમક્રમે પહોંચી શકે છે.