પાણી વિતરણ ડખ્ખે, અડધા રાજકોટને અપુરતું પાણી મળ્યું

  • પાણી વિતરણ ડખ્ખે, અડધા રાજકોટને અપુરતું પાણી મળ્યું

રાજકોટ તા.20
ઉનાળાની શરૂઆતથી રાજકોટમાં થોડા અંશે પાણી વિતરણ ખોરંભે પડી છે ત્યારે હજુ પણ પાણી વિતરણમાં વોટર વર્કસ શાખાની અણઆવડતના કારણે લોકોને પુરતુ પાણી નહીં મળતા લોકોમાં રોષ ઠાલવ્યો હતો.
બે દિવસ પહેલા નર્મદાની લાઇનમાં ભંગાણ પડતા અનેક વોર્ડમાં પાણી વિતરણ સમયથી મોડું કરવામાં આવ્યું હતું ત્યારે આજે ફરીવાર અનેક વિસ્તારોમાં સમયને વધારે પાણીનું વિતરણ કરવામાં આવતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.
વોર્ડ નં.12 માં દ્વારકાધીશ સોસાયટીમાં 8.10 કલાકે પાણી વિતરણ થાય છે. 
જે 9.30 કલાક સુધી ચાલુ રહેતા લાખો લીટર પાણીનો બગાડ થયો હતો. જ્યારે બાજુમાં આવેલ જલજીત વૈકુંઠધામ સહિતની સોસાયટીઓમાં પુરતુ 20 મિનિટ પાણી ધીમા ફોર્સથી વિતરણ કરવામાં આવતા વોટર વર્કસ વિભાગની કામગીરી સામે રોષ ફેલાયો છે.
શહેરની અનેક સોસાયટીમાં 20 મીનીટથી વધારે પાણીનું વિતરણ થઇ રહ્યું હતું ત્યારે વોટર વર્કસ વિભાગનાં અધિકારીઓને ફોન દ્વારા રજુઆત પણ કરવામાં આવી છતાંય અધિકારીઓને ફોન કરી દેતા તંત્રની લાપરવાહી સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો.
નર્મદાનું પુરતુ પાણી ડેમમાં ઠાલવવામાં આવ્યું છે. રોજીંદુ 20 મિનિટ પાણી લોકોને આપી શકાય તેટલો જથ્થો ઉપલબ્ધ હોવા છતાય તંત્રની અણઆવડતના કારણે રોજ એક વોર્ડમાં પાણી વિતરણમાં ધાંધીયા સર્જાય રહ્યા છે.