વિશ્વના સૌથી મોટા રેડિયો દૂરબીનના 'મસ્તિષ્ક'ની ડિઝાઈન તૈયાર, જાણો શું છે ફાયદા

  • વિશ્વના સૌથી મોટા રેડિયો દૂરબીનના 'મસ્તિષ્ક'ની ડિઝાઈન તૈયાર, જાણો શું છે ફાયદા

લંડનઃ કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોએ દુનિયાના સૌથી મોટા રેડિયો દૂરબીન 'સ્ક્વાયર કિલોમીટર એરે' (SKA)ના 'મસ્તિષ્ક'ની ડિઝાઈન તૈયાર કરી લીધી છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, SKA સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા પછી અંતરીક્ષ વૈજ્ઞાનિકો તેની મદદથી અમર્યાદિત વિસ્તારમાં આકાશ પર નજર રાખી શખશે. તેઓ કોઈ પણ વર્તમાન પ્રણાલીની સરખામણીમાં વધુ ઝડપથી વિશ્લેષણ કરી શકશે. 

SKAના સાયન્સ ડાટા પ્રોસેસર (SDP) કન્સોર્ટિયમે પોતાનું એન્જિનિયરિંગ કામ પૂરું કરી લીધું છે. એસકેએના દૂરબીનથી મળેલા આંકડાની સમીક્ષા માટે તૈયાર કરવામાં આવી રહેલા બે સુપર કમ્પ્યૂટરમાંથી એકની ડિઝાઈન માટે 5 વર્ષથી ચાલી રહેલું કામ પૂરું થઈ જવાના સંકેત છે.