Exit Poll Impact: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો ઉછાળો, રોકાણકારો માટે કમાણીની મોટી તક

  • Exit Poll Impact: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો ઉછાળો, રોકાણકારો માટે કમાણીની મોટી તક

મુંબઇ: લોકસભાની ચૂંટણીને લઇને રવિવારે આવેલા એક્ઝિટ પોલના પરિણામો બાદ ફરીથી મજબૂત સરકાર બનવાની સંભાવનાથી ખુશ શેરબજારમાં જોરદારો ઉછાળો જોવા મળ્યો છે. બીએસઇના 30 શેરોવાળા મુખ્ય ઇંડેક્સ સેન્સેક્સ બપોરે 12.29 વાગે 1,112.64 પોઇન્ટના ઉછાળા સાથે 39,043.41 ના સ્તર પર પહોંચી ગયો છે. તો બીજી તરફ બીએસઇના 50 શેરોવાળા મુખ્ય ઇંડેક્સ નિફ્ટી 324.95 પોઇન્ટ (2.88%)ની તેજી સાથે 11,732.10 પર બિઝનેસ કરી રહ્યો હતો.   

એક્સપર્ટનું કહેવું છે કે નિફ્ટીમાં આ માર્ચ 2016 પછી સૌથી મોટી તેજી છે. નિફ્ટી ઇંટ્રા-ડે (દિવસભરના કારોબારમાં)લગભગ 3 વર્ષની તેજી જોવા મળી રહી છે. આગામી થોડા દિવસોમાં શેરબજારમાં 2 થી 3 ટકાની તેજી આવવાની આશા છે. રોકાણકારો શેરબજારમાં પોતાના પૈસા વધારી શકે છે.