આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી

  • આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ભારે પવન અને વાવાઝોડાં સાથે વરસાદ અને ક્યાંક વળી કરા પડવાની ઘટનાઓ પણ બની છે. શનિવારે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડ્યા બાદ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાઓમાં 48 કલાકમાં ફરી ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.  હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલી જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાંથી ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. તેમજ કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તો કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડશે.