ચૂંટણી પૂર્ણ થતાં એકશનમાં UPના CM યોગી આદિત્યનાથ, કેબિનેટ મંત્રીને બરતરફ કર્યા

  • ચૂંટણી પૂર્ણ થતાં એકશનમાં UPના CM યોગી આદિત્યનાથ, કેબિનેટ મંત્રીને બરતરફ કર્યા

લખનઉઃ લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં અને એક્ઝિટ પોલ જાહેર થયા બાદ રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યપાલ રામ નાઈકને તેમના મંત્રીમંડળમાં સામેલ ઓપી રાજભરને બરતરફ કરવાની ભલામણ કરી છે. જેને રાજ્યપાલે સ્વીકાર કર્યો છે. આ નિર્ણયનું રાજભરેએ સ્વાગત કર્યુ છે. 
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ચીફ ઓપી રાજભર હાલ યોગી સરકારમાં પછાત વર્ગ કલ્યાણ તેમજ દિવ્યાંગ જન કલ્યાણ મંત્રી છે. યોગીએ રાજ્યપાલને ભલામણ કરી છે કે તેઓને તાત્કાલિક રીતે બરતરફ કરવામાં આવે. છેલ્લાં ઘણાં સમયથી રાજભર ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ નિવેદનો આપતા રહ્યાં છે જેની ઘણી ટીકા પણ થઈ છે. લોકસભા ચૂંટણી પહેલાં જ રાજીનામું આપવાની ભલામણ કરી હતીઃ અનેક વખત ઓપી રાજભરે એવા નિવેદનો આપ્યાં છે કે ભાજપ માટે મુસીબતરૂપ બન્યાં છે. અને સપા તેમજ બસપાની તરફેણમાં ગયા છે. એવામાં હવે જ્યારે એક્ઝિટ પોલના પરિણામ સામે આવ્યાં છે અને ચૂંટણી પ્રક્રિયા મોટા ભાગે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે તેમના વિરૂદ્ધ એકશનની વાત કરી છે.