ગુજરાતના લોકોનો મોદીજી પર પ્રેમ, ભરોસો, શ્રદ્ધા યથાવત, ભાજપ 26 બેઠકો જીતશે: CM રૂપાણી

  • ગુજરાતના લોકોનો મોદીજી પર પ્રેમ, ભરોસો, શ્રદ્ધા યથાવત, ભાજપ 26 બેઠકો જીતશે: CM રૂપાણી

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019ના મતદાનના સાતેય તબક્કા આજે પૂર્ણ થયા અને હવે 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ બહાર પડવા લાગ્યા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી આવશે તેવું કહેવાય છે. ગુજરાતમાં ગત વખતની 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કુલ 26માંથી 26 બેઠકો મળી હતી. ઈન્ડિયા ટુડે-એક્સિસના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 25 બેઠકો મળી શકે છે. જ્યારે ટીવી 9-સીવોટરના સર્વે મુજબ કોંગ્રેસને 4 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપના ફાળે 22 બેઠકો જઈ શકે છે. આ 4 બેઠકો કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી મળી શકે તેવું કહેવાઈ રહ્યું છે.    મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, "એક્ઝિટ પોલમાં આમ તેમ થયું છે. જે રીતે આ ચૂંટણી અલગ અલગ તબક્કામાં થઈ, ચૂંટણીનો એક જ મુદ્દો બચ્યો હતો કે દેશ કોના હાથમાં સલામત. મજબુત નેતૃત્વ કોણ આપશે. કોને વડાપ્રધાન બનાવવાના છે, તો તેમાં મોદીજી અપરાજિત હતાં. સમગ્ર દેશની જનતાએ મોદીજી પ્રત્યે ભાવ દર્શાવી કે મોદીજી જ વડાપ્રધાન બનવા જોઈએ... એ બધાનું મન બની ગયું હતું. જ્યારે ચૂંટણીમાં લહેર ચાલે છે તો તે તમામ જગ્યાએ, તમામ રાજ્યોમાં ચાલે છે."