શિલ્પા શેટ્ટીએ ખોલી બોલિવૂડની પોલ, લખ્યું કે - 'હું ડાર્ક અને પાતળી હતી...'

  • શિલ્પા શેટ્ટીએ ખોલી બોલિવૂડની પોલ, લખ્યું કે - 'હું ડાર્ક અને પાતળી હતી...'

મુંબઈ : બોલિવૂડ સ્ટાર સેલિબ્રિટીએ શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ પર હિરોઇન બનવાના તેના સંઘર્ષના ઘટનાક્રમ આલેખ્યો છે. શિલ્પા શેટ્ટીએ વર્ષ 1993માં રીલિઝ થયેલી ફિલ્મ ‘બાઝીગર’થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન અને કાજોલ પણ હતા. આ ફિલ્મ એ સમયે સુપરહીટ સાબિત થઈ હતી. એ સમયની આપવીતી તેણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે લખ્યું છે કે ''હું ડાર્ક હતી, લાંબી અને પાતળી હતી. ગ્રેજ્યુએશન બાદ મેં પિતા સાથે કામ કર્યું હતું. હું કંઈક નવું બેસ્ટ અને મોટું કરવા માગતી હતી. પણ ક્યારેય વિચાર્યું ન હતું કે આ સ્ટેજ પર પહોંચીશ. મે કુતુહુલતાને સંતોષવા માટે એક ફેશન શોમાં ભાગ લીધો હતો. આ પછી મારી મુલાકાત એક ફોટોગ્રાફર સાથે થઈ હતી. જે મારા ફોટા પાડવા માગતો હતો.