તેજપ્રતાપ યાદવના બાઉન્સર્સની ગુંડાગીરીઃ રિપોર્ટર પર ગાડી ચડાવી, પછી ઢોર માર માર્યો

  • તેજપ્રતાપ યાદવના બાઉન્સર્સની ગુંડાગીરીઃ રિપોર્ટર પર ગાડી ચડાવી, પછી ઢોર માર માર્યો

પટનાઃ લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કામાં પટનામાં મત આપવા તેજપ્રતાપ યાદવ પહોંચ્યા હતા. તેજપ્રતાપ વોટ આપીને જેવા બહાર નિકળ્યા કે મીડિયા કર્મચારીઓએ તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેની મીડિયા કર્મચારીઓ સાથે કોઈ મુદ્દે ચર્ચા થઈ જતાં તેના બાઉન્સર્સ મીડિયા કર્મીઓ પર તુટી પડ્યા હતા. 

 

તેજપ્રતાપની ગાડીની આજુ બાજુમાં મોટી સંખ્યામાં સમર્થકો એક્ઠા થયા હતા. તેજ પ્રતાપ ગાડીમાં બેસીને મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતા હતા એ દરમિયાન ડ્રાઈવરે અચાનક કાર ચલાવી દીધી. જેમાં એક રિપોર્ટર ઘાયલ થઈ ગયો. આથી મીડિયા કર્મચારીઓ ગુસ્સે થઈ ગયા. જેના કારણે તેજપ્રતાપના બાઉન્સર્સ અને મીડિયા કર્મચારીઓ વચ્ચે છુટાહાથની મારામારી શરૂ થઈ ગઈ.