EXIT POLL 2019ઃ તમામ એક્ઝિટ પોલનું એકસરખું તારણ, ફિર એક બાર મોદી સરકાર

  • EXIT POLL 2019ઃ તમામ એક્ઝિટ પોલનું એકસરખું તારણ, ફિર એક બાર મોદી સરકાર

લોકસભાની ચૂંટણીના અંતિમ સાતમા ચરણના મતદાનના અંતે વિવિધ એજન્સી દ્વારા જાહેર થયેલા એક્ઝિટ પોલ મુજબ સ્પષ્ટ બહુમતી સાથે એનડીએ ગઠબંધન પુનઃ સત્તા પર આવશે એવી ધારણા વ્યાપક છે. કોંગ્રેસ પ્રેરિત ગઠબંધનનો દેખાવ એક્ઝિટ પોલના તારણો મુજબ સુધર્યો જણાય છે અને 2014ની સરખામણીએ બમણી બેઠકો મેળવે એવી ધારણા મોટાભાગના એક્ઝિટ પોલમાં વ્યક્ત થઈ છે. પરંતુ યુપીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતીના મેજિક ફિગરથી તો ક્યાંય દૂર હશે. ભાજપ કે કોંગ્રેસથી સમાન અંતર રાખીને ચૂંટણી લડેલા અન્ય પક્ષો પણ ધારણા કરતાં નબળો દેખાવ વ્યક્ત કરે એવું ચિત્ર એક્ઝિટ પોલમાં ઉપસી રહ્યું છે. એક્ઝિટ પોલના પરિણામ

સર્વે/એજન્સી ભાજપ+ કોંગ્રેસ+ સપા+બસપા અન્ય
સી વોટર-રિપબ્લિક 287 128 40 87
જનની વાત- રિપબ્લિક 305 124 26 87
વીએમઆર-ટાઈમ્સ નાઉ 306 132 20 84
ન્યૂઝ નેશન 286 122 -- 134
ન્યૂઝએક્સ-નેતા 242 164 -- 136
ઈન્ડિયા ન્યૂઝ- પોલ સ્ટ્રેટ 298 118 40 86
રાજ્યવાર એક્ઝિટ પોલના તારણો કેવા છે?: ચૂંટણી પ્રચાર અભિયાનના આરંભે એવું ચિત્ર જણાતું હતું કે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત હિન્દીભાષી રાજ્યોમાં ભાજપે 2014ની સરખામણીએ મસમોટું નુકસાન ખમવું પડશે. તેની સામે ઓરિસ્સા, પ.બંગાળમાં ભાજપ થોડોક ફાયદો મેળવી શકશે. હવે તમામ સાત ચરણનું મતદાન સંપન્ન થયા પછી મોટાભાગના એક્ઝિટ પોલના તારણો એવું જણાવે છે કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા ભાજપના ગઢ ગણાતાં રાજ્યોમાં મોદીમેજિક યથાવત રહેશે. મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને શિવસેના પોતાની સર્વોપરિતા જાળવી રાખશે. ઉત્તરપ્રદેશમાં સપા-બસપાના મહાગઠબંધન સામે ભાજપની પીછેહઠ જરૂર થશે પરંતુ એ નુકસાન ધારણાં કરતાં ઓછું યાને 25-30 બેઠકો જેટલું રહેવાનું એક્ઝિટ પોલમાં વર્તાય છે. તેની સામે ઓરિસ્સા અને પ.બંગાળમાં ભાજપ પોતાનો દેખાવ સુધારશે અને 2014ની સરખામણીએ 20-25 બેઠકો વધુ મેળવશે. જોકે એક્ઝિટ પોલ ખોટા પડવાના દાખલા અનેક છે: એક્ઝિટ પોલની વિશ્વસનીયતા ખાસ ગણાતી નથી. અગાઉ અનેક વાર એક્ઝિટ પોલના તારણો સદંતર ખોટા પડ્યાના કે આંશિક સાચા હોવાના અનેક ઉદાહરણો મોજુદ છે. 2004ની ચૂંટણીમાં મતદાન પછી તરત જાહેર થયેલ એક્ઝિટ પોલમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવાની ધારણા મૂકાઈ હતી અને ભાજપના કેન્દ્રિય કાર્યાલયે મીઠાઈ વહેંચાવા લાગી હતી તેમજ એ રાત્રે ભાજપના નેતા પ્રમોદ મહાજને અંગત મિત્રોને પાર્ટી પણ આપી દીધી હતી. વાસ્તવિક પરિણામો એ વખતે યુપીએની તરફેણમાં આવ્યા હતા. અગાઉ દિલ્હી તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાન વિધાનસભાના પરિણામો પણ એક્ઝિટ પોલના તારણોથી ભીન્ન આવ્યા હતા. એ જોતાં આ વખતે પણ મતદારોનો મિજજા કઈ તરફ ઢળે છે તેનું સાચું ચિત્ર તો 23 મેએ ઈવીએમ ખૂલે એ પછી જ સ્પષ્ટ થશે. 2014ના પરિણામ કુલ સીટ- 543; બહુમતી- 271
પાર્ટી બેઠક વોટ%
ભાજપ+ 336 39%
કોંગ્રેસ+ 60 23%
AIADMK 37 3%
TMC 34 4%
BJD 20 2%
અન્ય 56 29%