ઓનર કિલિંગ કરનાર 18 વર્ષથી ફરાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

  • ઓનર કિલિંગ કરનાર 18 વર્ષથી ફરાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં વર્ષ 2001માં થયેલા ઓનર કિલિંગ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની મધ્ય પ્રદેશના ચંબલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપી અને તેના ભત્રીજાએ ભેગા મળી પોતપોતાની પત્નીઓની હત્યા કરી હતી. હાલમાં કાકાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તેનો ભત્રીજો ફરાર છે. બંન્ને પોતાની પત્નીઓને નફરત કરતા હતા: મૂળ મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં આવેલા ભવનપુરામાં રહેતો મુનેશસિંગ ભદોરીયા વર્ષ 1997માં પત્નીને લઇ અમદાવાદ આવ્યો હતો અને હિરા ઘસતો હતો. તેની પત્ની અવારનવાર કહેતી હતી કે, તે જ્યારે નાની હતી ત્યારે તેના કાકા બિરેન્દ્રસિંગ અવારનાવર તેની સાથે દુષ્કર્મ આચરતા હતા. તેની પત્નીને ગર્ભ પણ ન રહેતો હોવાથી મુનેશસિંગને તેની પત્ની પ્રત્યે નફરત થવા લાગી હતી. દરમિયાનમાં પોતાના ગામનો ભત્રીજો નરેન્દ્રસિંગ ભદોરીયા પણ તેની પત્નીને લઇ અમદાવાદ આવ્યો હતો. બંન્ને પરિવાર સાથે રહેતા હતા. નરેન્દ્રસિંગની પત્ની સાંજના સમયે કોઇને કહ્યાં વગર અવારનવાર બહાર ફરવા અને મોજમસ્તી કરવા જતી રહેતી હતી. જે અંગે તેને પણ પત્ની પ્રત્યે નફરત થવા લાગી હતી. બંન્નેને પત્નીઓને મારી નાખવા બાબતે વિચાર આવ્યો હતો. 2001માં દિવાળીના બીજા દિવસે સૌ પ્રથમ નરેન્દ્રસિંગે પોતાની પત્નીની ગળું દબાવી હત્યા કરી હતી. જેનો અવાજ આવતા મુનેશસિંગની પત્ની દોડી આવી હતી.