કેદારનાથમાં પૂજા-અર્ચના કરી, વિકાસ કાર્યોનો રિવ્યુ કર્યો; હવે ગુફામાં ધ્યાન ધરવા બેઠા મોદી

  • કેદારનાથમાં પૂજા-અર્ચના કરી, વિકાસ કાર્યોનો રિવ્યુ કર્યો; હવે ગુફામાં ધ્યાન ધરવા બેઠા મોદી
    કેદારનાથમાં પૂજા-અર્ચના કરી, વિકાસ કાર્યોનો રિવ્યુ કર્યો; હવે ગુફામાં ધ્યાન ધરવા બેઠા મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેદારનાથ અને 19 મેના રોજ બદ્રીનાથ જવાના છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પૂરો થયા પછી વડાપ્રધાન મોદી બાબા કેદારનાથના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. અહીં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને અહીં વિકાસકાર્યોના પ્રોજેક્ટનો પણ રિવ્યૂ કર્યો હતો. અંતે મોદી અહીં એક ગુફામાં ધ્યાન ધરવા બેઠા હતા. વડાપ્રધાન કેદારનાથમાં જ રાત્રિ રોકાણ કરવાના છે. પીએમ મોદીની આ યાત્રાને ધ્યાનમાં રાખીને પ્રશાસન, પોલીસ અને એસપીજી દ્વારા બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે. પીએમઓ કાર્યાલય તરફથી વડાપ્રધાન મોદીના શનિવાર-રવિવારના કેદારનાથ-બદ્રીનાથના કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી આ માહિતી ચૂંટણી પંચને પણ આપવામાં આવી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, અમને આ વિશે કોઈ તકલીફ નથી. ચૂંટણી પંચના ઓફિસરોએ કહ્યું છે કે, આ વડાપ્રધાનની પર્સનલ યાત્રા છે, તો તે કરી શકાય છે. જોકે પીએમઓને યાદ અપાવી દેવામાં આવ્યું છે કે, આચાર સંહિતા હજી પણ લાગુ જ છે.