સતત આઠમા દિવસે ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

  • સતત આઠમા દિવસે ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નવી દિલ્હી: અમેરિકાની માફક ચીનને સતત આપવામાં આવી રહેલી ચાર્જ વધારવાની ધમકી વચ્ચે ભારતમાં પેટ્રોલની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. શુક્રવારે રાજધાની દિલ્હીમાં એકવાર ફરી પેટ્રોલના ભાવ ઘટાડો થયો. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 8 પૈસાનો ઘટાડો થયો, ત્યારબાદ એક પેટ્રોલનો ભાવ 71.10 રૂપિયા થઇ ગયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 5 પૈસાનો વધારો થવાથી તેની કિંમત 65.96 થઇ ગઇ છે. ગત છ મહિનામાં પેટ્રોલ 1.82 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 80 પૈસા સસ્તા થયા છે.