મલાઇકાનો વર્કઆઉટ વીડિયો VIRAL, ટ્રોલર્સની આંખો પહોળી અને બોલતી બંધ

  • મલાઇકાનો વર્કઆઉટ વીડિયો VIRAL, ટ્રોલર્સની આંખો પહોળી અને બોલતી બંધ

નવી દિલ્હી : મલાઇકા અરોરા હાલમાં સમાચારોમાં ચમકતી રહે છે.  લોકો તેને તેની પર્સનલ લાઇફ માટે ટ્રોલ કરતા રહે છે. હાલમાં મલાઇકા અને અર્જુન કપૂરના સંબંધો ચર્ચાસ્પદ બન્યા છે. અર્જુન અને મલાઇકા ઘણીવાર જાહેરમાં સાથે જોવા મળ્યા છે. આ પરિસ્થિતિમાં હાલમાં મલાઇકાનો એક વર્કઆઉટ વીડિયો વાઇરલ બન્યો છે જે જોઈને ટ્રોલર્સની આંખો પણ પહોળી થઈ રહી છે. મલાઇકાના અનેક ચાહકો આ વીડિયો જોઈને તેના વખાણ કરી રહ્યા છે.  મલાઇકા પોતાની ફિટનેસ માટે બહુ એક્ટિવ રહે છે અને તેના જિમ વર્કઆઉટની તસવીરો અને વીડિયો વાઇરલ થઈ જાય છે. મલાઇકાના આ ફિટનેસ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 9 લાખ કરતા વધારે લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો  આ વીડિયો જોઈને ચાહકોએ તેની બોડીને પર્ફેક્ટ ગણાવી હતી.