PM મોદીએ કેદારનાથ ધામમાં કરી પૂજા-અર્ચના, હવે ગુફામાં ધ્યાન લગાવશે

  • PM મોદીએ કેદારનાથ ધામમાં કરી પૂજા-અર્ચના, હવે ગુફામાં ધ્યાન લગાવશે
  • PM મોદીએ કેદારનાથ ધામમાં કરી પૂજા-અર્ચના, હવે ગુફામાં ધ્યાન લગાવશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 મેના રોજ કેદરનાથ અને 19 મેના રોજ બદ્રીનાથ ધામના દર્શન માટે પહોંચવાના છે. શનિવારે પીએમ મોદી કેદારનાથમાં રહેશે. આ બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના સોમનાથ પહોંચવાના છે. ડી.જી. લો એન્ડ ઓર્ડર અશોક કુમારે જણાવ્યું કે, કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી દેવાઈ છે. પીએમ મોદી મંદિરમાં પૂજા-અર્ચના કર્યા પછી અહીં ચાલી રહેલા પુનર્નિર્માણ કાર્યોની મુલાકાત લેશે. ત્યાર પછી ધ્યાન ગુફામાં જઈને સાધના પણ કરશે.

ચૂંટણી પંચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શનિવાર અને રવિવારે ઉત્તરાખંડ ખાતેના કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રાને મંજૂરી આપી દીધી છે. સાથે જ તેણે વડાપ્રધાન કાર્યાલયને યાદ પણ અપાવ્યું છે કે, લોકસભા ચૂંટણી 2019 માટે લાગુ થયેલી આદર્શ આચારસંહિતા હજુ પણ અમલમાં છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પીએમ મોદીની બે દિવસની ઉત્તરાખંડ યાત્રા પર ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી.