ઇમિગ્રેશનના નિયમોમાં થશે ફેરફાર, USAમાં વસવા માટે લેવી પડશે આ તાલીમ

  • ઇમિગ્રેશનના નિયમોમાં થશે ફેરફાર, USAમાં વસવા માટે લેવી પડશે આ તાલીમ

વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યોગ્યતા પર આધારિત ઇમીગ્રેશન સિસ્ટમ રજૂ કરી છે. જેનાથી ગ્રીન કાર્ડ અથવા સ્થાયી કાનૂની નિવાસની પરવાનગીની રાહ જોઇ રહેલા હજારો ભારતીય સહિત વિદેશી પ્રોફેશનલ્સ અને કુશળ કર્મચારીને લાભ થશે. ઇમીગ્રેશન સુધાર પ્રસ્તાવોમાં કુશળ કર્મચારી માટે અનામતને લગભગ 12 ટકાથી વધારી 57 ટકા કરવાની વાત કરવામાં આવી છે.

 

નીતિને મંજૂરી મળવી સરળ નથી
આ ઉપરાંત પ્રસ્તાવિત સુધારા અંતર્ગત ઇમિગ્રન્ટને અંગ્રેજી સીખવું પડશે અને એડમિશન પહેલાં નાગરિક શાસ્ત્રની પરીક્ષામાં પાસ થવું પડશે. જોકે, આ મોટી ઇમિગ્રેશન નીતિને હાલમાં કોંગ્રેસની મંજૂરી મળવું મુશ્કેલ લાગી રહ્યું છે. કેમકે ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટીના સાંસદ આ મામલે વહેંચાયેલા છે. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમત છે અને સેનેટમાં રિપબ્લિકન પાર્ટીનું નિયંત્રણ છે. એવામાં આ નીતિની મંજૂરી મળવી સરળ નથી.