દરેક ધર્મમાં આતંકવાદી હોય છે, કોઇ ધર્મ પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો ન કરી શકે: હાસન

  • દરેક ધર્મમાં આતંકવાદી હોય છે, કોઇ ધર્મ પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો ન કરી શકે: હાસન

ચેન્નાઇ : હિંદુ અતિવાદીઓનાં નિવેદનમાં ઘેરાયેલા  અભિનેતા કમલ હાસને શુક્રવારે કહ્યું કે, દરેક ધર્મમાં આતંકવાદીઓ હોય છે. અને કોઇ પણ પોતાનાં ધર્મના શ્રેષ્ઠ હોવાનો દાવો કરી શકે નહી. મક્કલ નીધિ મય્યમ (MNM) પ્રમુખે કહ્યું કે, તેમણે ધરપકડથી ડર નથી લાગતો પરંતુ તેમણે સાથે જ ચેતવણી આપી કે આ પ્રકારની કાર્યવાહીથી તણાવ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહુએ કહ્યું કે, કરુકનાં અરાવાકુરિચમાં હાસનની ટિપ્પણી પર જિલ્લા ચૂંટણી અધિકારી (ડીઇઓ) પાસે એક અહેવાલ માંગવામાં આવ્યો છે. 

  દરેક ધર્મના આતંકવાદી હોય છે
એમએનએમ સંસ્થાપકે કહ્યું કે, અરાવાકુરિચી વિધાનસક્ષા વિસ્તારની પેટા ચૂંટણી માટે રવિવારે પ્રચાર અભિયાન દરમિયાન જે નિવેદન આપ્યું તે પહેલીવાર નહોતું. તેમણે કહ્યું કે, દરેક ધર્મમાં આતંકવાદી હોય છે. જે દેખાડે છે કે દરેક ધર્મમાં અંતિમવાદીઓ હોય છે. આ નિવેદન મુદ્દે કુરૂર જિલ્લાનાં અરાવાકુરિચીમાં તેમની વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદ બાદ હાસનના આગોદરા જામીન અરજી પણ દાખલ કરવામાં આવી છે.