PM મોદીની સાથે જ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ, પુછ્યા ધારદાર સવાલ

  • PM મોદીની સાથે જ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ, પુછ્યા ધારદાર સવાલ

નવી દિલ્હી : રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019ના અભિયાન માટે પાર્ટી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, વિપક્ષી પાર્ટી તરીકે કોંગ્રેસની ભુમિકા એ ગ્રેડની છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મને તે કહેતા ગર્વ થાય છે કે અમે વડાપ્રધાન મોદી અને ભાજપની વિરુદ્ધ લડાઇ લડી અને અમારા સંસ્થાનોનું રક્ષણ કર્યું. આ જ આપણું મુળ કર્તવ્ય છે. 

  રાહુલ ગાંધીએ કહ્યું કે, હું આ તથ્યનું સન્માન કરુ છું કે, બસપા-સપાએ યુપીમાં એક સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસની દ્રષ્ટીએ મને યુપીમાં કોંગ્રેસની વિચારધારાને આગળ વધારવાનું છે. રાહુલે કહ્યું કે, મે આ જ્યોતિરાદિત્ય અને પ્રિયંકા બંન્ને તે સ્પષ્ટ કરી દીધું હતું કે પહેલી પ્રાથમિકતા ભાજપને હારવાની છે. બીજી પ્રાથમિકતા કોંગ્રેસનાં વિચારધારાને ફેલાવવાનું છે. ત્રીજી પ્રાથમિકતા વિધાનસભા ચૂંટણી જીતવાનું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મને નથી લાગતું કે માયાવતી, અખિલેશ અથવા (ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂ ભાજપ સાથે નહી જઇએ.