સૌરવ ગાંગુલી કરશે વર્લ્ડકપમાં કોમેંટ્રી, ગત વખતે વિજેતા કેપ્ટન આપશે સાથ

  • સૌરવ ગાંગુલી કરશે વર્લ્ડકપમાં કોમેંટ્રી, ગત વખતે વિજેતા કેપ્ટન આપશે સાથ

લંડન: ઇંગ્લેંડ એન્ડ વેલ્સમાં 30મેથી શરૂ થનાર વર્લ્ડકપ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ કોમેંટટરોની યાદી જાહેર કરી દીધી છે. સાથે જ પોતાની બ્રોડકાસ્ટ રણનીતિ પણ તૈયાર કરી લીધી છે. આ યાદીમાં ભારતના સૌથી ખાસ અને ટીમ ઇન્ડીયના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ છે. સૌરવ ગાંગુલી ઉપરાંત બે અન્ય ભારતીયોના નામ યાદીમાં છે. આ ઉપરાંત રસપ્રદ નામ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કનું છે.
 
ભારત દ્વારા વધુ બે નામ
આઇસીસીએ ગુરૂવારે એક નિવેદન જાહેર કરી આ વાતની જાણકારી આપી. યાદીમાં ભારત માટે સૌરવ ગાંગુલી ઉપરાંત સંજય માંજરેકર અને હર્ષા ભોગલે છે જેમને કોમેંટ્રી પેનમાં સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેંડની સંયુક્ત મેજબાનીમાં યોજાયેલા ગત વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાને પાંચમો ખિતાબ અપાવનાર માઇકલ ક્લાર્ક આ વખતે કોંમેટ્રી જોવા મળશે.

આ મોટા પૂર્વ કેપ્ટન પણ કોમેંટેટરના રૂપમાં જોવા મળશે
આ વખતે આઇસીસીના ઘણા પૂર્વ કેપ્ટનોને કોમેંટટર પેનલમાં સ્થાન આપ્યું છે. 24 કોમેંટેટર્સને આ પેનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત ઇગ્લેંડ, શ્રીલંકા, ન્યૂઝિલેંડ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાનના દિગ્ગજ અને પૂર્વ કેપ્ટનોને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમાં નાસીર હુસૈન, કુમાર સંગાકારા, માઇકલ એથરટન, બ્રેંડન મૈક્કલમ, ગ્રીમ સ્મિથ, વસીમ અકરમ જેવા મોટા નામ છે.