આ પાકિસ્તાની ક્રિકેટરે વર્લ્ડકપ પહેલાં આપી કોહલીને ધોબીપછાડ, કાકા પણ હતા ફેમસ ક્રિકેટર

  • આ પાકિસ્તાની ક્રિકેટરે વર્લ્ડકપ પહેલાં આપી કોહલીને ધોબીપછાડ, કાકા પણ હતા ફેમસ ક્રિકેટર

મુંબઈ : પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઈમામ ઉલ હકે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં શાનદાર 151 રનની ઈનિંગ રમી છે. આ ઈનિંગ્સ સાથે તેણે કરિયરમાં એક મોટી સિદ્ધિ મેળવી લીધી. તેણે વન-ડે કરિયર એવરેજ બાબતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો. હાલમાં વર્લ્ડ કપને ગણતરીના દિવસોની વાર છે ત્યારે વિરાટ કોહલીને આ ધોબીપછાડ મળી છે.  ઇમામ ઉલ હક પાકિસ્તાની ઓપનર છે અને તે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇન્ઝમામ ઉલ હકનો ભત્રીજો છે. 24 વર્ષિય ઇમામ ડાબોડી બેટસમેન છે. ઇમામ હાલમાં પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન ગણાય છે.