ઓસ્ટ્રેલિયાના ટાપુ પર ભેગો થયો અધધ રૂપિયાના પ્લાસ્ટિકનો કચરો, આવા છે હાલ

  • ઓસ્ટ્રેલિયાના ટાપુ પર ભેગો થયો અધધ રૂપિયાના પ્લાસ્ટિકનો કચરો, આવા છે હાલ

લબર્ન: હિન્દ મહાસાગરમાં ઓસ્ટ્રેલીયાની નજીક આવેલા ટાપુના કિનારા પર પ્લાસ્ટિકનો જે કચરો જમા થયો છે, તેમાં 10 લાખ જુતા અને 3.75 લાખના ટૂથબ્રશ સહિત લગભગ 41.50 કરોડ રૂપિયાના પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા છે. એક સંશોધનમાં આ માહિતી આપવામાં આવી છે.

 

તેમાં જણાવવામાં આવ્યું છે કે, કોકસ ટાપુ પર લગભગ 238 ટન પ્લાસ્ટિક કચરો જામાં થયો છે. આ અભ્યાસ જર્નલ સાઇન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત થયો છે. આ ટાપુ પ્રાપ: નિર્જન છે અને તેના કિનારા પર ભેગો થઇ રહેલો કચરો તે તરફ ઇશારો ખરે છે કે, દુનિયાના મહાસાગર કેવી રીતે પ્લાસ્ટિકના કચરોની સમસ્યાથી સંઘર્ષ કરે છે.