અમદાવાદ: IANT ઈન્સ્ટીટ્યુટના માર્કેટિંગ મેનેજરની બ્લેકમેલિંગ કેસમાં ધરપકડ

  • અમદાવાદ: IANT ઈન્સ્ટીટ્યુટના માર્કેટિંગ મેનેજરની બ્લેકમેલિંગ કેસમાં ધરપકડ

અમદાવાદ: IANT ઈન્સ્ટીટ્યુટની મહિલા કર્મચારીએ નોંધાવેલી ફરિયાદમાં માર્કેટિંગ મેનેજર બાદ ડાયરેક્ટરની પણ સંડોવણી સામે આવતા પોલીસે ડાયરેક્ટરની પણ શોધખોળ હાથ ધરી છે. માર્કેટિંગ મેનેજરની મહિલા પોલીસે ધરપકડ કર્યા બાદ ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટરની શોધખોળ હાથ ધરી છે. મહિલા પોલીસે બ્લેક મેઈલીગ અને ધમકી આપવાનો અગાઉ ગુનો નોંધ્યો હતો.

અમદાવાદમાં 5 કરતા વધુ બ્રાંચ ધરાવતી IANT ઈન્સ્ટીટ્યુટની મહિલા કર્મચારીએ નોંધાવેલી બ્લેકમેઈલીંગ અને દુષ્કર્મની ફરિયાદના મુખ્ય આરોપી મનીષ બારોટની મહિલા પોલીસે ધરપકડ કરી છે. જોકે મહિલાના નિવેદન અને આરોપીની પુછપરછમાં ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર અજય વ્યાસનું નામ સામે આવતા પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે.