સુરત: પ્રદુષણની માત્રા ઘટાડવા મનપા 10 લાખ છોડવા આપશે, એપમાં મળશે ડિટેઇલ

  • સુરત: પ્રદુષણની માત્રા ઘટાડવા મનપા 10 લાખ છોડવા આપશે, એપમાં મળશે ડિટેઇલ

સુરત શહેરમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યામા ધરખમ વધારો નોંધાતા પ્રદૂષણની માત્રામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખી પહેલી શરુ કરી છે. પાલિકા દ્વારા 10 લાખ જેટલા છોડવા નિઃશુલ્કલ આપવામા આવશે તથા આ છોડનો વિકાસ થયો છે કે કેમ તે અંગે જાણવા માટે જીઓ ટેગિંગથી કરવામા આવશે.

સુરત શહેર ફાસ્ટેટ ગ્રોથ સીટી તરીકે સમગ્ર વિશ્વમા જાણીતુ છે. 60 લાખની વસ્તી સામે 35 લાખ જેટલા વાહનો આરટીઓમા રજિસ્ટર થયેલા છે. ત્યારે તેની સામે પ્રદૂષણની માત્રામા પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પ્રદૂષણની આ માત્રા ઓછી કરવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા અનોખી પહેલ શરુ કરી છે. 9.6 ટકા જેટલી એવરેજ ગ્રીન સ્પેસ ધરાવતા આપણા શહેરમા આ વર્ષે મહાનગરપાલિકાએ ઐતિહાસિક કહી શકાય તેવા 10 લાખ વૃક્ષારોપણ કરવા માટેનું આયોજન હાથ ધર્યુ છે.