નિવેદનથી ફર્યા ગુલામ નબી આઝાદ, કહ્યું- ‘5 વર્ષ સરકાર ચલાવી છે તો કોંગ્રેસમાંથી હોય પીએમ’

  • નિવેદનથી ફર્યા ગુલામ નબી આઝાદ, કહ્યું- ‘5 વર્ષ સરકાર ચલાવી છે તો કોંગ્રેસમાંથી હોય પીએમ’
    નિવેદનથી ફર્યા ગુલામ નબી આઝાદ, કહ્યું- ‘5 વર્ષ સરકાર ચલાવી છે તો કોંગ્રેસમાંથી હોય પીએમ’

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)ની છેલ્લા તબક્કાનું મતદાન બાકી અને હવે પરિણામથી પહેલા સરકાર બનાવવા અને પીએમ પદને પ્રસ્તાવિત નામો પર ચર્ચાઓનું બજાર ગર્મ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પીએમ પ્રત્યાશીને લઇને આપેલા તેમના નિવેદનથી પલટી મારતા નવું નિવેદન થયું છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે, આ યોગ્ય નથી કે કોંગ્રેસને પ્રધાનમંત્રી પદ માટે કોઇ ઇચ્છા નથી. કોંગ્રેસ સૌથી મોટી રાજીકીય પાર્ટી છે. જો અમારે પાંચ વર્ષ સરકાર ચલાવવી છે તો સૌથી મોટી પાર્ટીને તક મળવી જોઇએ.

 

તેમણે કહ્યું કે, ચૂંટણીની વચ્ચે જ આપણે એક બીજાની સાથે આ વાતને લઇને કોઇ વિવાદ ઉભો કરવો જોઇએ નહીં કે, કોણ પીએમ બનશે અને કોણ નહીં. તેમણે કહ્યું કે, પીએમનું સિલેક્શન બધાની સહમતિથી થશે. ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના સૌથી પ્રબળ ઉમેદવાર ગણાવ્યા છે.