ઇતિહાસ સાક્ષી છે કે દરેક ધર્મમાં ઉગ્રવાદીઓ છે, હું ધરપકડથી ડરતો નથી: કમલ હાસન

  • ઇતિહાસ સાક્ષી છે કે દરેક ધર્મમાં ઉગ્રવાદીઓ છે, હું ધરપકડથી ડરતો નથી: કમલ હાસન

ચેન્નાઇ: કમલ હાસનના નાથૂરામ ગોડસે પર વિવાદિત નિવેદન આપ્યા બાદ થઇ રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે તેમણે અહીં એરપોર્ટ પર કહ્યું કે, હું ધરપકડથી ડરતો નથી. તેમને મારી ધરપકડ કરવા દેવી જોઇએ. જો તેઓ એવું કરે છે તો તેમાં સમસ્યા વધશે, જો કે આ ચેતવણી નથી પરંતુ માત્ર સલાહ છે.

 

ગત રાત્રે એક રેલીમાં કમલ હાસન પર ઈંડા ફેકવાની ઘટના પર પ્રતિક્રિયા આપતા જાણીતા એક્ટરે કહ્યું કે મને લાગે છે કે રાજકારણનું સ્તર ઘટી ગયું છે. મને ડર નથી લાગતો. દરેક ધર્મમાં આતંકવાદી છે. આપણે તેને લઇ ખોટો ઢોંગનો દાવો કરી શકતા નથી. ઇતિહાસ સાક્ષી છે કે દરેક ધર્મમાં ઉગ્રવાદી છે.