J&Kમાં સુરક્ષા દળની કાર્યવાહી, 24 કલાકમાં જૈશના કમાન્ડર સહિત 6 આતંકી ઠાર

  • J&Kમાં સુરક્ષા દળની કાર્યવાહી, 24 કલાકમાં જૈશના કમાન્ડર સહિત 6 આતંકી ઠાર

નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરમાં સુરક્ષા દળને આતંકીઓ સામે ગુરૂવારે મોટી સફળતા હાથ લાગી છે. ગુરૂવારે પુલવામા અને શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળ સાથે થયેલા એન્કાઉન્ટરમાં 6 આતંકી માર્યા ગયા છે. તેમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાંન્ડર ખાલિદનું પણ મોત થયું છે. ત્યારે સુરક્ષા દળનો બે જવાન પણ શહીદ થયા છે. સાથે જ એક સામાન્ય નાગરીકનું પણ મોત થયું છે.