અમદાવાદના વધુ એક સ્ટેશન પરથી આવતીકાલથી મેટ્રો ટ્રેન દોડશે, જાણો ક્યાંથી

  • અમદાવાદના વધુ એક સ્ટેશન પરથી આવતીકાલથી મેટ્રો ટ્રેન દોડશે, જાણો ક્યાંથી

અમદાવાદ :4 માર્ચના રોજ જ્યારે મેટ્રો રેલ સેવાનો પ્રારંભ અમદાવાદમાં થયો હતો, ત્યારે તેની સફર નાની હતી. 4 માર્ચે માત્ર અમદાવાદમાં વસ્ત્રાલથી ગામથી એપેરલ પાર્ક સુધીની જ મેટ્રોની શરૂઆત થઈ હતી. પરંતુ હવે મેટ્રોની સેવા વધુ એક સ્ટેશન સુધી વિસ્તરી છે. હવે અમરાઈવાડી સ્ટેશનથી પણ મેટ્રોની સેવા શૂર થશે.4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રો રેલ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે અમદાવાદના વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના મેટ્રોને લીલી ઝંડી આપી હતી. જેના બાદ કેટલાક દિવસો માટે લોકોને ફ્રીમાં મેટ્રોની સવારી કરવાની છૂટ અપાઈ હતી. જેના બાદ આ રુટ પર મેટ્રો ટ્રેન શરૂ થઈ હતી. ત્યારે આવતીકાલે 18 મેના રોજથી અમરાઈવાડી સ્ટેશનથી પણ મેટ્રોની સેવા શરૂ થશે. જાહેર જનતા માટે અમરાઈવાડી સ્ટેશનથી પણ મેટ્રો શરૂ કરાશે.