પતિએ પત્નીને જીવતેજીવ મારી નાંખી, દ્વારકાનો આ કિસ્સો ‘CID’ની સીરિયલ જેવો લાગશે

  • પતિએ પત્નીને જીવતેજીવ મારી નાંખી, દ્વારકાનો આ કિસ્સો ‘CID’ની સીરિયલ જેવો લાગશે

દેવભૂમિ દ્વારકા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. નગરપાલિકાએ જીવિત મહિલાનો અવસાનનો દાખલો કાઢી આપ્યો હોવાનું સામે આવ્યું છે. દ્વારકા PWDમાં નોકરી કરતા વ્યક્તિએ પોતાની જીવિત પત્નીનો મરણનો દાખલો કઢાવ્યો હતો. આ શખ્સની બેન્ક ખાતામાંથી પત્નીનું નામ કમી કરાવવા ગયો હતો. જોકે તેની પત્ની બેન્કમાં પૈસા ઉપાડવા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ ઘટનાને પગલે નગર પાલિકા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે તંત્ર સમગ્ર ઘટના અંગે અજાણ હોવાનું જણાવે છે. તો બીજી તરફ મહિલાએ તેના પતિ સામે જ આરોપ લગાવ્યો છે કે, તેના પતિએ જ પાલિકા પાસેથી આ મરણનો દાખલો મેળવ્યો છે.