અરેરેરે!!! જે ટાંકીમાંથી લોકોના ઘરોમાં પીવાનું પાણી પહોંચતુ હતું, તેમાંથી 8 ટ્રેક્ટર ભરીને કાદવ નીકળ્યો

  • અરેરેરે!!! જે ટાંકીમાંથી લોકોના ઘરોમાં પીવાનું પાણી પહોંચતુ હતું, તેમાંથી 8 ટ્રેક્ટર ભરીને કાદવ નીકળ્યો

વડોદરા :ગઈકાલે વડોદરામાં પાણીની ટાંકીની સફાઈના મુદ્દે કોંગ્રેસે હલ્લાબોલ બોલાવ્યું હતું. જે ટાંકીની સફાઈ મુદ્દે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા, તેમાંથી 8 ટ્રેક્ટર ભરીને કાદવ નીકળ્યો હતો. આ એ જ પાણીનો સંપ છે, જેમાંથી આ વિસ્તારના લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. હજી ત્રણ મહિના પહેલા જ સાફ કરેલી ટાંકીના સંપમાંથી દુર્ગંઘ મારતો કાદવ નીકળતા તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. 

 

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પાણીની ટાંકીની સફાઈ કામગીરી ચાલી રહી છે. ત્યારે ગઈકાલે 8 ટ્રેક્ટર ભરાય એટલો કાદવ-કીચડ તેમાંથી નીકળ્યો હતો. સંપમાં અડધા ફૂટ સુધી રગડો જામેલો હતો. જેને મોટર દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે. આ સંપની સફાઈ દરમિયાન ગેસ જેવી એટલી તીવ્ર વાસ આવતી હતી કે, કામગીરી પણ બે-ત્રણ કલાક અટકી પડી હતી.