અમદાવાદ: સાયબરક્રાઇમ બ્રાંન્ચે ગત 7 મહિનામાં 14 કોલ સેન્ટરો પર પાડ્યા દરોડા

  • અમદાવાદ: સાયબરક્રાઇમ બ્રાંન્ચે ગત 7 મહિનામાં 14 કોલ સેન્ટરો પર પાડ્યા દરોડા

અમદાવાદ: ભારતની રાજધાની દિલ્હીમાં લોકોને છેતરવાના કોલ સેન્ટર ધમધમી રહયા છે. સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશન શરૂ થયા બાદ 14 કોલસેન્ટર અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પડયા છે.  છેલ્લા સાત મહિનામાં સાયબર ક્રાઇમ બ્રાંચે 14 કોલ સેન્ટર ઝડપી પડયા છે. 

પહેલા એક સમય હતો કે, શહેર પોલીસ સાયબર ક્રાઇમના ગુનાની ફરિયાદ ન નોંધતી હતી. ત્યારે સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશન થયા બાદ દિવસેને દિવસે સાયબર ક્રાઇમ બ્રાંચના ડિટેક્શન સામે આવા લાગ્યા છે. ત્યારે સૌથી વધુ આરોપીઓ દિલ્હીથી પોલીસે ઝડપી પાડ્યા છે.