ઉડતા અમદાવાદ: સાણંદ સરખેજ હાઇવે પરથી પોલીસે ઝડપ્યો 20 કિલો ગાંજો

  • ઉડતા અમદાવાદ: સાણંદ સરખેજ હાઇવે પરથી પોલીસે ઝડપ્યો 20 કિલો ગાંજો

 અમદાવાદના સરખેજ સાણંદ સર્કલ પાસેથી સીઆઇડી ક્રાઇમ અને રેલવે સંયુક્ત ટીમે ચોક્કસ બાતમીના આધારે 20 કિલોથી વધુ ગાંજો પકડ્યો છે. આ  ગાંજાના જથ્થાને સુરતથી લવાયો હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે. સાથેજ એક મહિલા સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ધરપકડ કરવામાં આવેલ આરોપી લક્ષ્મણસંગ સોલંકી રીક્ષામાં ગાંજાના પાર્સલ લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી મહિલાને ગાંજો લેવા આવતા જ ઝડપી લીધી હતી. હાલ પોલીસે ગાંજાના 10 જેટલા પેકેટ,બાઇક , રોકડ અને બે મોબાઈલ સહિત 2.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.