હીરાના વેપારીને અર્ધનગ્ન હાલતમાં પકડી હનીટ્રેપમાં ફસાવી પોલીસ કોન્સ્ટેબલે કર્યો તોડ

  • હીરાના વેપારીને અર્ધનગ્ન હાલતમાં પકડી હનીટ્રેપમાં ફસાવી પોલીસ કોન્સ્ટેબલે કર્યો તોડ

સુરતના વરાછાના હીરાના વેપારીને હની ટ્રેપમાં ફસાવવાના મામલે પુણા પોલીસે હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. સુરતના વરાછા વિસ્તારમા રહેતો ધર્મેશ સાવલીયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 29મીએ ધર્મેશભાઇ પર્વત પાટિયા ખાતેની અક્ષર ટાઉનશીપમા એક મહિલા પાસે શરીર સુખ માણવા ગયો હતો. જ્યા થોડી જ ક્ષણોમા પોલીસ વર્દી અને સાદા ડ્રેસમા બે શખ્સો તેમના રૂમમા આવી પહોંચ્યા હતા. 

અર્ધનગ્ન અવસ્થામા ઘર્મેશભાઇના ફોટા પાડી તેને બદનામ કરવાની ધમકી આપી હતી. હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્ર ચૌહાણ અને રિક્ષા ડ્રાઇવર સુનિલ સાવંતે આ કેસની પતાવટના બદલામા રૂપિયા બે લાખ માંગ્યા હતા. ગભરાયેલા ધર્મેશે પોલીસ કેસથી બચવા મિત્રોને ફોન કરી દવાખાનાના નામે પૈસા મંગાવ્યા હતા. ઘર્મેશે આ ઘટના અંગે એસીપીસી ડિવિઝનમા ફરિયાદ કરી હતી.