જસદણનો વિચિત્ર કિસ્સો, રૂમમાં સળગતી મહિલા નાનકડી પુત્રી અને ભાણેજ પર પડી... કુલ 6 લોકો દાઝ્યા

  • જસદણનો વિચિત્ર કિસ્સો, રૂમમાં સળગતી મહિલા નાનકડી પુત્રી અને ભાણેજ પર પડી... કુલ 6 લોકો દાઝ્યા

રાજકોટના જસદણમાં આજે વિચિત્ર ઘટના બની હતી. પતિએ ઠપકો આપતા પત્નીએ અગ્નિ સ્નાન કર્યું હતું. ગત રાત્રે બનેલા આ બનાવમાં મહિલાને બચવા જતા પતિ, સસુર, પુત્રી સહિત અન્ય 6 લોકો પણ દાઝ્યા હતા.બન્યું એમ હતું કે, જસદણમાં રહેતી દયા વિપુલ ભેંસજાળીયા છેલ્લા દોઢેક મહિનાથી કેટરર્સનું કામ કરતી હતી. જ્યાં કોઈ રાજસ્થાની શખ્સના પરિચયમાં આવી હતી. બંને વચ્ચે પરિચય છતા તેઓ એકબીજા સાથે ફોનમાં વાત કરતા હતા. તેથી તેના પતિ વિપુલ ભેંસજાળીયાને આ બાબતની જાણ થઈ હતી અને તેણે પત્નીનો ફોન તોડી નાખ્યો હતો. ત્યારે દયા પાસે ફરીથી મોબાઈલ આવી જતા તે ફરીથી એ શખ્સ સાથે વાત કરતી. જેથી આ બાબતે પતિ-પત્ની વચ્ચે ગઈકાલે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ દયા ભેંસજાળીયાએ રૂમમાં જઈને અગ્નિ સ્નાન કર્યું હતું.