વડિયામાં ગેસ એજન્સીના સીસીટીવી કેમેરા તોડી, રૂા.20 હજારની ચોરી

  • વડિયામાં ગેસ એજન્સીના સીસીટીવી કેમેરા તોડી, રૂા.20 હજારની ચોરી

વડિયા તા.16
વડિયા પોલીસ સ્ટેશન થી માત્ર ને માત્ર 300/ મીટર દૂર આવેલછે ઈન્ડેન ગેસ એજન્સી વડિયામા ગત રાત્રી ના દોઢ વાગ્યે થી ત્રણ વાગ્યા ના સમયે તસ્કરો એ ઓફીસની લોખંડ ની ગીલ તોડી સટર તોડી અંદર પ્રવેશ કરેલ હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ
થયેલી છે
ઈન્ડેન ગેસ એજન્સી ના માલીક મેહુલભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ઓફીસમાં રાત્રે ચોરીનો બનાવ બન્યો છે ઓફીસની બહાર ના સીસીટીવી કેમેરા તોડી ઓફીસમાં થી રૂપિયા 20/હજારની રોકડ રકમ તસ્કરો ઉઠાવી ગયા છે જેની વડિયા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે
અગાઉ પણ ઈન્ડેન ગેસ એજન્સી ના ગોડાઉનમાં તાળા તસ્કરો એ તોડયા હતા ત્યારે પણ વડિયા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી આજ દિન સુધી વડિયા પોલીસ હવમા હવાતીયા મારેછે