અક્ષય કુમારે ઓડીશા વાવાઝોડાના પીડિતો માટે આપ્યું 1 કરોડનું દાન

  • અક્ષય કુમારે ઓડીશા વાવાઝોડાના પીડિતો માટે આપ્યું 1 કરોડનું દાન

મુંબઈઃ બોલિવૂડના અભિનેતા અક્ષય કુમારે ફની વાવાઝોડાના પીડિતો માટે ઓડીશાના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.1 કરોડ દાનમાં આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ત્રાટકેલા ફની વાવાઝોડાએ ઓડીશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો. વાવાઝોડા પીડિતો માટે દાન આપનારો અક્ષય કુમાર પ્રથમ અભિનેતા છે. 

હિન્દુસ્તાન ટાઈમ્સે અક્ષય કુમારને ટાંકતા લખ્યું છે કે, "આ નવું નથી. અક્ષય કુમાર હંમેશાં સદકાર્યો માટે દાન આપતો રહ્યો છે. પછી તે ભારતીય સેનાના જવાનો માટે 'ભારત કે વીર' માટે ફાળો હોય, કેરળના પૂર પીડિતો માટે હોય કે પછી ચેન્નાઈના પૂર પીડિતોની જરૂરિયાત હોય."

અક્ષય કુમાર હવે આગામી ફિલ્મ 'ગૂડ ન્યૂઝ'માં કરીના કપૂરની સામે દેખાવાનો છે. આ ફિલ્મમાં અક્ષય અને કરીના એક એવા દંપતિની ભૂમિકા ભજવી રહ્યા છે જે ગર્ભધારણ કરવા માગે છે. આ ફિલ્મમાં દિલજીત અને કાયરા પણ પ્રમુખ ભૂમિકામાં છે. 

અક્કી અને બેબો 9 વર્ષ 'ગૂડ ન્યૂઝ'માં પછી સાથે કામ કરી રહ્યા છે.  છેલ્લે તેઓ કમ્બખ્ત ઈશ્ક ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. કરણ જોહરની ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મના દિગ્દર્શક રાજ મહેતા પ્રથમ વખત દિગ્દર્શન કરી રહ્યા છે.