ચોટીલા નજીક સુરજદેવળ મંદિરે ઉપાસના પર્વનો કરાયો શુભારંભ

  • ચોટીલા નજીક સુરજદેવળ મંદિરે ઉપાસના પર્વનો કરાયો શુભારંભ

ચોટીલા થાનગઢ પંથકમાં માંડવ તરીકે પ્રસિદ્ધ પવિત્ર પંથકમાં આવેલ જુના નવા સુરજદેવળ મંદિર ખાતે રવીવારથી ગુજરાતભરમાં વસતા કાઠી દરબાર સમાજ 300 વર્ષ પુરાણી પરંપરા મુજબ ઉપવાસ પર્વમાં ભગવાન સુર્યદેવની ઉપાસનાનો શુભઆરંભ થયેલ છે. 
સૌરાષ્ટ્રની કાઠીયાવાડ તરીકેની ઓળખ જે સમાજ ઉપરથી પડી છે તે કાઢી સમાજની આજે 21 મી સદીમાં પણ સંસ્કૃતી અને પર:પરા અને ીરતરીવાજો ટકી રહ્યા છે જેમાં ધાર્મિકતા સાથે જોડાયેલ એક સાડા ત્રણ દિવસની ઉપવાસ કરી તેમના ઇષ્ટદેવ ભગવાન સુર્યનારાયણની અખંડ માળા સાથેની ઉપાસનાં કરવાનું પર્વ વૈશાખ સુદ-1 થી શરૂ થાય છે અને ચોથના બપોરે ઉપવાસનાં પારણા કરાય છે.
કાઠી સમાજનાં ઇષ્ટ દેવનું મુખ્ય સ્થાનક ગણાતા થાનગઢ અને ચોટીલા નજીક આવેલું સુર્યમંદિર અને સૌરાષ્ટ્રના અનેક સુર્યમંદિરમાં આ પર્વ નિમીતે કાઠી દરબાર સમાજ એકત્ર થઇને આ પરંપરા આજે પણ યથાવતા રાખી રહ્યો છે. ચોટીલા પંથકના મંદિરમં કાઠી દરબાર સમાજે ઉપવાસ પર્વનો આરંભ કરેલ છે અને ચોથના દિવસે જેઓ ઘરે રહી ઉપવાસ કરે છે તેવા ભાઇઓ બહેનો પારણા કરવા મોટી સંખ્યામાં એકત્ર થશે.
ઉપવાસ ઉપાસના પર્વમાં નવા સુરજદેવળ મંદિરે નવનિર્મિત ભોજનશાળા ઉદ્ઘાટન ધર્મસભા અને લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવેલ છે તા.7.5 ના અક્ષય તૃતિયાનાં દિવસે મહંત શાંતિબાપુના સાનિઘ્યમાં નવનિર્માણ પામેલ ભગવતગુરુ ભોજનશાળાનો ઉદ્ઘાટન સમારોહ અને ગૌશાળાનાં લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયેલ છે. જેમા સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાનાં સંતો મહંતો, કાઠી સમાજનાં અગ્રણીઓની ઉપસ્થિતીમાં વિશ્વ વંદનિય પુ.મોરારીબાપુના વરદહસ્તે કરાશે ત્યારબાદ સન્માન સમારોહ અને ધર્મસભા યોજાશે અને રાત્રીના ભવ્ય સંતવાણી અને લોકડાયરાનું આયોજન કરાયેલ છે જેમાં ધર્મપ્રેમી જનતાને લાભ લેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓએ અનુરોધ કરેલ છે.