નેપાળ સરહદેથી RDX ભારતમાં લવાયું’તું

  • નેપાળ સરહદેથી RDX ભારતમાં લવાયું’તું
    નેપાળ સરહદેથી RDX ભારતમાં લવાયું’તું

નવીદિલ્હી, તા.20
જમ્મૂ-કાશ્મીરના પુલવામાને લઈને વધુ એક ખુલાસો થયો છે. આ આતંકવાદી હુમલામાં આરડીએકસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ આરડીએક્સ પાકિસ્તાનથી લાવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટક નેપાળના રસ્તે ભારતમાં લાવવામાં આવ્યા હતાં. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની મદદથી તાલિમબદ્ધ આતંકવાદીઓને ભારતમાં દાખલ કરાવ્યા હતાં. કહેવાય છે કે, નેપાળના માર્ગે ઘાતક હથિયારો અને આરડીએક્સ જેવા વિસ્ફોટકોનો મોટો જથ્થો લાવવામાં આવ્યો હતો.
પાકિસ્તાનની આઈએસઆઈ જમ્મૂ-કાશ્મીરમાં સોશિયલ મીડિયા અને મદરેસા મારફતે ઈ-ટેરરિઝમ ફેલાવી રહ્યું છે. કાશ્મીરી બાળકોનું બ્રેન વોશ કરીને આતંકવાદી બનાવવામાં આવે છે. આ ઘટના બાદ ભારત-નેપાળ બોર્ડરને બાંગ્લાદેશની સરહદ કરતા પણ વધારે સંવેદનશીલ માનવામાં આવે છે. સુરક્ષા સલાહકારોના જણાવ્યા પ્રમાણે ભારતને તત્કાળ ભાર્ત-નેપાળ બોર્ડર પર સતર્કતા વધારવી જોઈએ.
કાશ્મીર ખીણમાં તૈનાત રહી ચુકેલા ભારતીય સેનાના પૂર્વ બ્રિગેડિયર હેમંત મહાજનના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન દેશમાં આતંકી ષડયંત્રોને અંજામ આપવા માટે ભારત-નેપાળ બોર્ડનનો ઉપયોગ થઈ રહ્યો છે. પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને આઈએસઆઈ એજન્ટની નેપાળના માર્ગે થઈને ભારતમાં ઘુષણખોરી ઘાતક હથિયારો અને છઉડ જેવા વિસ્ફોટકોનો મોટો જથ્થો નેપાળના માર્ગે થઈને ભારતમાં ઘુસાડવામાં આવી હોવાની શક્યતાને નકારી ના શકાય. કારણ કે જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તાન સરહદ પર ભારતીય સેના ખુબ જ સચેત છે. માટે મોટા પ્રમાણમાં વિસ્ફોટકો આ સરહદેથી ભારતમાં ઘુસાડવા અશક્ય બાબત છે અને પાકિસ્તાનીએ આતંકી સરહદ પાર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા નેપાળ, બાંગ્લાદેશ જેવા દેશોમાં થઈને ભારતમાં મોતનો સામાન મોકલે છે.