મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર વિસ્ફોટ: ભયનો માહોલ: જાનહાની નથી

  • મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર વિસ્ફોટ: ભયનો માહોલ: જાનહાની નથી
    મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર વિસ્ફોટ: ભયનો માહોલ: જાનહાની નથી

મુંબઈ, તા.20
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર એ સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે ત્યાં એક વિસ્ફોટ થયો. જોકે, આ વિસ્ફોટની તીવ્રતા ઘણી ઓછી હતી. પોલીસના જણાવ્યા મુજબ, દહીંસરમાં ઠાકુર મોલની સામે સવારે લગભગ 10 કલાકે રસ્તા પર એક સફેદ રંગના પદાર્થમાં આ વિસ્ફોટ થયો હતો. સદનસીબે આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ નથી થઈ. વિસ્ફોટ બાદ પોલીસે તપાસ માટે એક તરફનો રસ્તો બંધ કરી દીધો છે.
પોલીસે ઘટનાસ્થળેથી વિસ્ફોટક, પ્લાસ્ટિકની બોટલ, નાના ધાતુના બોલ અને એક ફ્યૂઝ વગેરે વસ્તુઓ કબજે લીધી છે. બોંબ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ)ની ટીમ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હવે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, શું વિસ્ફોટ ઈંઊઉથી થયો છે કે કેમ, જેને લોકલ સ્તરે બનાવી શકાય હતો. વ્યસ્ત રસ્તા પર વિસ્ફોટ કરવાના પાછળ અરાજકતા ફેલાવવાનો અને કાયદો-વ્યવસ્થાને પડકારવાનો હેતુ હોઈ શકે છે.
મુંબઈ તરફ જઈ રહેલા એક બાઈકસવારે આ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો અને તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે જણાવ્યું કે, ઘટનાસ્થળેથી મળેલી વસ્તુઓને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ દેશભરમાં પોલીસને એલર્ટ કરી દેવાઈ છે. ત્યારે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બનેલી આ ઘટનાને પોલીસ ઘણી ગંભીરતાથી લઈ રહી છે અને વિસ્ફોટ કરનારા આરોપી અને તેના હેતુ અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.