માણેકપોર ગામે ઊભેલી ટ્રક પાછળ ટેમ્પો ભટકાયો, કેબિનમાં જ 2 યુવકોનાં મોત

  • માણેકપોર ગામે ઊભેલી ટ્રક પાછળ ટેમ્પો ભટકાયો, કેબિનમાં જ 2 યુવકોનાં મોત
    માણેકપોર ગામે ઊભેલી ટ્રક પાછળ ટેમ્પો ભટકાયો, કેબિનમાં જ 2 યુવકોનાં મોત

સુરતઃ નવાપુરથી મરઘાં ભરીને સુરત તરફ આવવા નીકળેલો ટેમ્પો મળસ્કે માણેકપોર ગામની સીમમાંથી પસાર થતો હતો, ત્યાંરે હાઇવેના ટ્રેક પર એક ટ્રક રાહદારીને અડચણ રૂપ ઊભી રાખી હોવાથી ટેમ્પો ટ્રકની પાછળ અથડાતાં ધડાકા સાથે અકસ્માત થયો હતો. જેમાં ટેમ્પોમાં સવાર ચાલક અને અન્ય એક યુવાન કેબિનની અંદર જ દબાઈ જતાં ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયાં હતાં. ટ્રક ચાલકની બેદરકારી ઉચ્છલ તાલુકાનાં બાબરઘાટ ગામે રહેતા દિલીપભાઇ ભરતભાઇ વસાવાના પરિવારમાં પત્ની, અઢી વર્ષનો દીકરો અને દસ માસની દીકરી છે. નવાપુર ખાતે રહેતા અનીશુધ્ધીન સમસુધ્ધીન શેખને ત્યાં મરઘાં ગાડીમાં ભરવા તથા ખાલી કરવાનું કામ કરે છે. શનિવારની સાંજે દિલીપભાઇ વસાવા ગામના જ ટેમ્પાના ડ્રાઈવર કિરણભાઇ નેડાળીયાભાઇ માવાચી સાથે નવાપુર અનીશુધ્ધીનભાઈના ઘરે ગયા હતા. ત્યાંથી રાત્રે આઈશર ટેમ્પો નં GJ26 T 2154માં મરઘાં ભરી સુરત તરફ ખાલી કરવા મળસ્કે નીકળ્યા હતા. બારડોલી તાલુકાનાં માણેકપોર ગામની સીમમાં ને.હા નં. 53 પરથી 4.30 વાગ્યે પસાર થતા હતા, ત્યારે એક ટ્રક નં. AP 12U.6590 ના ચાલકે હાઈવેના મેઇન ટ્રેક પર આવતા જતાં વાહનોને અડચણરૂપ અકસ્માત સર્જાય એ રીતે ઊભી રાખી હતી.