તામિલનાડુમાં કોંગ્રેસ અને ડીએમકેનું ગઠબંધન

ચેન્નઈ તા.ર0
તમિલનાડુ અને પોંડિચેરીની 40 સીટ પર કોંગ્રેસ-દ્રમુક (ડીએમકે) મળીને લોકસભા ચૂંટણી લડશે. બંને પાર્ટીઓ વચ્ચે બુધવારે ગઠબંધન પર સહમતી બની છે. આ સમજૂતી અંર્તગત દ્રમુક તમિલનાડુમાં 30 સીટો પર તેમના ઉમેદવાર ઉતારશે. કોંગ્રેસને તમિલનાડુની 9 અને પોંડિચેરીની 1 સીટ મળી છે. મંગળવારે ગઠબંધન વિશે દ્રમુક નેતા કનિમોઝી અને તમિલનાડુના કોંગ્રેસ અધ્યક્ષ કેએસ અલાગિરીએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આજે કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલ દ્રમુક અધ્યક્ષ એમકે સ્ટાલિનને મળ્યા હતાં.
દ્રમુકે તમિલનાડુની દરેક 39 સીટ પર યુપીએથી અલગ થઈને 2014માં લોકસભા ચૂંટણી લડી હતી. તેમાં કોંગ્રેસ અને દ્રમુકને એક પણ સીટ મળી નહતી. આ ચૂંટણીમાં કરુણાનિધીએ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ ગઠબંધન બનાવીને લોકલ પાર્ટીઓને એકજૂથ કરી હતી. તેમાં વીસીકે, એમએમકે, આઈયૂએમએમલ અને પુથિયા તામીઝાગમ સામેલ હતી.
ગઉઅ અને અન્નાદ્રમુકના નેતાઓ વચ્ચે મંગળવારે બેઠક થઈ હતી. જેમાં અન્નાદ્રમુક ગઉઅમાં જોડાયું છે. હવે તમિલનાડુમાં ભાજપ, અન્નાદ્રમુક અને ઙખઊં મળીને લોકસભા ચૂંટણી લડશે. ભાજપ તમિલનાડુની 5 અને અન્નાદ્રમુક 27 સીટ પર લોકસભા ચૂંટણી લડશે. 7 સીટ પરથી ઙખઊં ચૂંટણી લડશે.
ભાજપ-અન્નાદ્રમુકના ગઠબંધન પહેલાં મંગળવારે જ અન્નાદ્રમુક અને ઙખઊં માં સહમતિ બની. ગત લોકસભા ચૂંટણીમાં અન્નાદ્રમુકે 39માંથી 37 સીટ જીત્યાં હતા. ગઠબંધનની શરતો મુજબ ભાજપને રાજ્યની 21 વિધાનસભા સીટ પર થનારી પેટાચૂંટણીમાં અન્નાદ્રમુકને પોતાનું સમર્થન આપવાનું રહેશે.
લોકસભા ચૂંટણી 2014માં બેઠકની સ્થિતિ
પાર્ટી સીટ વોટ શેર્સ
અન્નાદ્રમુક 37 44.3
ભાજપ 1 5.5
દ્રમુક 0 26.8
કોંગ્રેસ 0 4.3
પીએમકે 1 4.5
2014 લોકસભા ચૂંટણીમાં ભાજપ અને પીએમકે સાથે મળીને લોકસભા ચૂંટણી લડ્યા હતા.