ફેનીથી નુકસાનીનો અંદાજ મેળવવા PM મોદીએ ઓરિસ્સાની મુલાકાત લીધી, 1000 કરોડની આર્થિક સહાય જાહેર કરી

  •  ફેનીથી નુકસાનીનો અંદાજ મેળવવા PM મોદીએ ઓરિસ્સાની મુલાકાત લીધી, 1000 કરોડની આર્થિક સહાય જાહેર કરી
    ફેનીથી નુકસાનીનો અંદાજ મેળવવા PM મોદીએ ઓરિસ્સાની મુલાકાત લીધી, 1000 કરોડની આર્થિક સહાય જાહેર કરી

નવી દિલ્હી: ઓરિસ્સામાં બે દિવસ પહેલાં આવેલા ચક્રવાતી વાવાઝોડાં ફેનીના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી કુલ 34 લોકોના મોત થયા છે. આ વાવાઝોડાંના કારણે ઘણું નુકસાન થયું છે. હજારો લોકોને પાણી અને વીજળીની પૂરતી વ્યવસ્થા હજુ સુધી મળી શકી નથી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેનીના કારણે થયેલા નુકસાનની સ્થિતિ જોવા ભુવનેશ્વર પહોંચ્યા છે. અહીં અરપોર્ટ પર મુખ્યમંત્રી નવીન પટનાયકે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને અહીંની મુલાકાત લીધા પછી નુકસાનને ધ્યાનમાં રાખીને રૂ. 1,000 કરોડની આર્થિક સહાય જાહેર કરી છે.