સંતાનોના એડમિશન માટે ગુજરાતના વાલીઓને કરવા પડે છે આવા ગતકડા, ગજબ છે અમરેલીનો આ કિસ્સો

  • સંતાનોના એડમિશન માટે ગુજરાતના વાલીઓને કરવા પડે છે આવા ગતકડા, ગજબ છે અમરેલીનો આ કિસ્સો

/અમરેલી :ડિસેમ્બર મહિનો આવે એટલે સંતાનોના એડમિશનની ચિંતા માતાપિતાને સતાવે છે. વેકેશનમાં ફોર્મ લેવા તડાપડી કરવાથી લઈને ડોનેશન આપીને એડમિશન લેતા પેરેન્ટ્સ જોવા મળે છે, ત્યારે અમરેલીના લાઠીમાં એડમિશન માટે વિચિત્ર દ્રશ્યો સામે આવ્યા છે. અમરેલીના લાઠીના કલાપી વિનય મંદિરમાં એડમિશન માટે પેરન્ટ્સે મોડી રાત્રે લાઈન લગાવી હતી.

રાતના અંધારામાં દેખાતા લોકો વાલીઓ છે, જે પોતાના સંતાનોના એડમિશન માટે રાત્રે જ સ્કૂલમાં પહોંચી ગયા હતા. લાઠીની કલાપી વિનય મંદિરમાં ધોરણ-9ના એડમિશન માટે હંમેશા વાલીઓની ભીડ જામતી હોય છે. આ મંદિરમાં પોતાના સંતાનોને ભણાવવા માટે પેરેન્ટ્સ કઈ હદ સુધી જઈ શકે છે તેનો મોટો પુરાવો આ તસવીર છે. ધોરણ-9માં એડમિશન માટે રવિવારે રાતથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓ આવી ગયા હતા, અને લાઈનો લગાવી હતી. આજે સોમવારે એડમિશનનો સમય છે, ત્યારે વાલીઓ રવિવારે રાત્રે જ સ્કૂલમાં લાઈન લગાવવા પહોંચી ગયા હતા. ગઈકાલે આખી રાત જાગીને વાલીઓ લાઈનમાં ઉભા રહ્યા હતા.