લોખંડના ભંગારમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવનાર ભાજપ સરકાર માફી માંગે: પરેશ ધાનાણી

  • લોખંડના ભંગારમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવનાર ભાજપ સરકાર માફી માંગે: પરેશ ધાનાણી
    લોખંડના ભંગારમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવનાર ભાજપ સરકાર માફી માંગે: પરેશ ધાનાણી

ગાંધીનગર, તા.20
ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસીય સત્રના ત્રીજા દિવસે ગૂહમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના એક નિવેદન પર વિવાદ થયો છે. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે લોખંડનો ભુક્કો ભેગો કરીને તેમાંથી સરદારની પ્રતિમા બનાવી છે. ધાનાણીના આ નિવેદન સામે સરકારે વિરોધ નોંધાવ્યો છે.
આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયા હતા. જેના કારણે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી.
પરેશ ધાનાણીના આ નિવેદનને લઇ રાજ્યના મુખ્યમંત્રી પણ મેદાનમાં આવી ગયા છે. તેમણે જણાવ્યું હતું કે, પરેશ ધાનાણીએ સરદાર પટેલનું અપમાન કર્યું છે. એટલે તેમને આવા શબ્દોનો ઉચ્ચાર જરા પણ શોભતો નથી. રૂપાણીએ જણાવ્યું હતું કે, પરેશભાઈએ કરેલો ભંગારનો ભૂક્કો એ શબ્દ સરદારના અપમાન સમાન છે માટે તેમણે માફી માગવી પડશે અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી ચાલશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી.
આ મુદ્દે ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું હતું કે વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખર્ચ અને પ્રવાસીઓ માટે જ્યારે માહિતી આપતો હતો ત્યારે વિપક્ષના નેતાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગારનો ભૂકો કહ્યો હતો. પરેશ ધાનાણીએ સરદાર સાહેબનું અપમાન કર્યું છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ કહ્યુ છે કે પરેશ ભાઇએ માફી માંગવી જોઈએ.