જો હું પ્રધાનમંત્રી બની તો આ લોકસભા બેઠકથી લડીશ ચૂંટણી: માયાવતી

  • જો હું પ્રધાનમંત્રી બની તો આ લોકસભા બેઠકથી લડીશ ચૂંટણી: માયાવતી
    જો હું પ્રધાનમંત્રી બની તો આ લોકસભા બેઠકથી લડીશ ચૂંટણી: માયાવતી

આંબેડકર નગર: બહુજન સમાજ પાર્ટી (બસપા)ની અધ્યક્ષ માયાવતી (Mayawati)એ રવિવારે કહ્યું કે, જો તેમને પ્રધાનમંત્રી બનવાની તક મળશે તો તેઓ આંબેડકર નગરથી ચૂંટણી લડી શકે છે. માયાવતીએ આ એક ચૂંટણી જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પછી જો જરૂર પડશે તો તેઓ આંબેડકર નગર બેઠકથી ચૂંટણી લડશે. જોકે, તેમણે પ્રધાનમંત્રી બનવાનો ખૂલ્લીને ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેમણે કહ્યું કે, જો બધુ યોગ્ય રહ્યું તો મારે અહીંથી ચૂંટણી લડવી પડશે. કેમકે દિલ્હીના રાજકારણનો રસ્તો આંબેડકર નગરથી થઇને જાય છે.